Skip to playerSkip to main contentSkip to footer
  • 8/30/2022
મલાવના યોગગુરૂ સદગુરૂ રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા છે. જેમાં લકુલીશ યોગાલય લાઈફ મિશનના પ્રણેતા રાજર્ષિ મુની બ્રહ્મલીન થતા અનુયાયીઓ શોકમગ્ન બન્યા છે. રાજર્ષિ મુનીએ

ટુંકી બિમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમજ આવતી કાલે સવારે રાજર્ષિ મુનીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજર્ષિ મુનીએ ટુંકી બિમારી બાદ લીધા અંતિમ શ્વાસ

ઉલ્લેખનીય છે કે લકુલીશ યોગાલય લાઈફ મિશનના પ્રણેતા અને યોગ ગુરુ સદગુરૂ રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા છે. સમગ્ર વિશ્વમાં યોગ અને પ્રાણાયામનો ડંકો વગાડનાર ભારત રાષ્ટ્રના

મહાન વિભૂતિ એવા રાજર્ષિ મુનીએ ટુંકી બિમારી બાદ અંતિમ શ્વાસ લીધા છે. જેમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ શોકમગ્ન બન્યા છે. સવારે 8:30થી મલાવ (વડોદરા) ખાતે તેઓના

આશ્રમ ખાતે નશ્વર દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.

આવતી કાલે સવારે રાજર્ષિ મુનીના અંતિમ સંસ્કાર

તેમજ આવતી કાલે 31/8/2022 બુધવારે સવારે લીંબડીના જાખણ લાઈફ મિશન ખાતે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તેમાં બહોળી સંખ્યામાં લાઇફ મિશનના અનુયાયીઓ સેવકો અને

ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે. તથા દેશ વિદેશમા વસતા લકુલીશ યોગાલય લાઈફ મિશનના અનુયાયીઓ લીંબડી ખાતે ઉમટી પડ્યા છે.

સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી અવૉર્ડ મળ્યો હતો

વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન બદલ સિદ્ઘયોગી સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી અવૉર્ડ એનાયત કર્યો હતો. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ એક

લાખથી વધુ લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે. તેઓ લકુલીશ ઇન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઇમેન્ટ મિશન (લાઇફ મિશન)ના પ્રણેતા છે. આ સંસ્થાનું

વડું મથક રાજરાજેશ્વરધામ, લીંમડી ખાતે આવેલું છે. આ સંસ્થાનાં કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલાં છે. રાજર્ષિ મુનીના લગભગ 36 જેટલાં અંગ્રેજી ભાષામાં પુસ્તકો

પ્રકાશિત થયાં છે અને એમાંના કેટલાકનો રશિયન, ઇટાલિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ થયો છે, જ્યારે ગુજરાતીમાં 116 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

Category

🗞
News

Recommended