ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

  • 2 years ago
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં સમાન્ય વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે.
તથા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલથી વરસાદનું જોર ઘટશે. તેમજ હાલ સુધી 746 મીમી વરસાદ નોંધાયો છે. તથા
રાજ્યમાં હાલ સુધી 40 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. તેમાં આજે ઉત્તર કોસ્ટ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા આવતીકાલથી વેલમાર્ક લો પ્રેશર

સિસ્ટમ હટશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

Recommended