બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ચૂક્યો છે. હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. લઠ્ઠાકાંડ બાદ ગામોમાં એક પછી એક લોકો ટપોટપ મરી રહ્યાં છે. જેના કારણે ગામમા સન્નાટો છવાયો છે.