Navgujarat Samay News Fatafat on 8th December 2020, Afternoon Update

  • 4 years ago
વડોદરામાં છાણી રેલવે ઓવરબ્રિજ તથા ફતેગંજ વિસ્તારમાં ટાયર સળગાવીને રસ્તા પર ચક્કાજામ નો થયો પ્રયાસઃ જંબુસર, ખંભાળિયામાં ત્યાંના ધારાસભ્યો સહિત અનેકની અટકાયત

અરવલ્લીના મોડાસાનું APMC બંધઃ શામળાજી-ભિલોડા-ઇડર હાઇવે પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચક્કાજામઃ વાહનો અટવાતાં ટ્રાફિકજામઃ હિંમતનગર પણ હાઇવે પર દેખાવો

ભારત બંધને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરની બહાર પોલીસે બેરિકેડ નાખી નજરકેદ કર્યા હોવાનો AAPનો આક્ષેપઃ MLAsને મળવા જતા અટકાવાયા, પોલીસે તમામ આરોપો ફગાવ્યા

રાજકોટમાં કોરોનાનું જોર ધીમું પડ્યું : છેલ્લા 24 કલાકમાં 5 દર્દીનાં મોત થયા

ભારત બંધના એલાનને ગુજરાતમાં એકંદરે મિશ્ર પ્રતિસાદઃ શહેરોમાં બંધની નહીંવત અસરઃ કોઇ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઇ નથીઃ અમદાવાદ, રાજકોટ, વડોદરાની નજીકના હાઇવે પર કોંગ્રેસ દ્વારા ટાયરો સળગાવવાની છૂટક ઘટનાઓ

રાજયમાં જિલ્લે જિલ્લે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો દ્વારા બંધ કરાવવાના પ્રયાસોઃ અનેક સ્થળે કાર્યકરો-નેતાઓની અટકાયત

Recommended