ટ્રમ્પે ફરી મોદીની પ્રશંસા કરી, સાઉથ કેરોલિનામાં કહ્યું- તે શાનદાર વ્યક્તિ

  • 4 years ago
વિડિયો ડેસ્કઃઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કોરોલિનામાં રેલીને સંબોધોન કર્યું હતું આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે તે એક શાનદાર વ્યક્તિ છે, દેશના લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે રેલીમાં ટ્રેમ્પે ભારત પ્રવાસ અને તે દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ દરમિયાન ટ્રમ્પે 230 મિનિટ મોદીની પ્રશંસા કરી હતી

ટ્રમ્પે કહ્યું- ગત સપ્તાહે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સવા લાખ લોકોને સંબોધિત કર્યા બાદ હવે હું ક્યારે પણ જનસમુહને લઈને એટલો ઉત્સાહિત નહિ થઈ શકું, જેટલો હું ત્યાં હતો હું તમને જણાવવા માંગુ છું બધુ જ ત્યાં સારું હતું