ટ્રમ્પ ભારતના PM મોદીની અનેક જગ્યાએ ઠેકડી ઉડાવી ચૂક્યા છે

  • 4 years ago
ટ્રમ્પે ફેબ્રુઆરી 2018માં અમેરિકન મોટરસાઈકલ હાર્લે ડેવિડસન પર વધારે આવક વેરો વસુલવાના કારણે બીજી વખત ભારત પર સખત ટિકા કરી હતી જેમાં તેમણે પીએમ મોદીને પણ ઘેર્યા હતા ટ્રમ્પનું આ નિવેદન મોદી સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે, ‘હવે ભારતના વડાપ્રધાન, જેમને હું એક અદભૂત વ્યક્તિ માનું છું તેઓ મને ફોન કરીને કહે છે કે અમે આવક વેરો ઘટાડીને 50% કરી દીધો છે મેં તેમને કહ્યું કે, ઠીક છે પરંતુ તેમ છતા અમને તો કંઈ મળી રહ્યું નથી તેમને 50% મળી રહ્યા છે અને તો પણ તેઓ અમારી પર અહેસાન કરી રહી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે આ કોઈ અહેસાન નથી’