માથાભારે શખ્સ સૂર્યા મરાઠી સહિત તેના એક સમયના સાગરીતની તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા

  • 4 years ago
સુરતઃવેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી( સુરેશ શ્રીરામભાઈ પવાર) ની ઓફિસમાં આજે સાતેક જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે