વડોદરાના તાંદલજામાં 7 દિવસથી CAA અને NRCના વિરોધમાં મહિલાઓના ધરણા

  • 4 years ago
વડોદરાઃવડોદરા શહેરના તાંદલજામાં છેલ્લા 7 દિવસથી મુસ્લિમ મહિલાઓ દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ મહિલાઓના ચાલી રહેલા ધરણાંને સમર્થન આપવા માટે અમદાવાદની 14 યુવાનોની ટીમ મોડી રાત્રે તાંદલજા આવી પહોંચી હતી અને આંદોલનમાં વધુમાં વધુ લોકોને જોડાવવા માટે અપીલ કરી હતી
સરકાર દેશના મુસ્લિમોને પણ મૂર્ખ બનાવી રહી છે
અમદાવાદથી આવેલી ટીમના સભ્ય સમશાદ પઠાણે વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ દેશમાં એનઆરસી અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે લોકસભામાં પત્ર દ્વારા જણાવાયું છે કે, એનઆરસી હાલ લાગુ કરવામાં આવશે નહીં પરંતુ એનપીએ અને એનઆરસીનું પ્રથમ કદમ છે એનપીએની પ્રક્રિયા થશે તેનો ઉપયોગ એનઆરસી માટે કરવામાં આવશે ભાજપના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ જણાવ્યું છે કે, દેશમાં એનઆરસી લાગુ થશે ગુજરાત ભાજપાની પત્રિકામાં પણ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં એનઆરસી લાગુ થશે ભાજપ લોકોને સીએએ લાગુ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે મુસ્લિમોને ગભરાવાની જરૂર નથી નોન મુસ્લીમોને પણ નાગરીતા આપવામાં આવશે પરંતુ, સરકાર દેશના મુસ્લિમોને પણ મૂર્ખ બનાવી રહી છે
યુવાનોએ વધુમાં વધુ લોકો આંદોલનમાં જોડાય તેવી અપીલ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાંદલજામાં સીએએ અને એનઆરસીના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે અમે તાંદલજા વિસ્તારના લોકોને વધુમાં વધુ લોકો આંદોલનમાં જોડાય તેવી અપીલ કરી છે જ્યાં સુધી સીએએ અને એનઆરસી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આ આંદોલન માત્ર વડોદરામાં જ નહી, સમગ્ર ગુજરાતમાં હવે ફેલાઇ રહ્યું છે