CDS રાવતે કહ્યું, યુવાનોને કટ્ટરવાદી બનતા અટકાવવા જોઈએ, ઓવૈસીએ કહ્યું, બાળકોમાંથી કેવી રીતે દૂર કરશો?

  • 4 years ago
રાયસીના ડાયલોગમાં CDS રાવતે ભારતમાં રહેલા કટ્ટરપંથીઓ વિશે નિવેદન આપતા જણાવ્યું હતુ કે, ‘કેટલાક લોકો દ્વારા યુવાનોમાં કટ્ટરપંથ વધારવામાં આવી રહ્યો છે10-12 વર્ષના છોકરા-છોકરીઓને પણ કટ્ટરવાદી બનાવાઈ રહ્યાં છેજેઓને કટ્ટરપંથને ખતમ કરાવનારા કેમ્પમાં લઈ જવા જોઈએઆપણા દેશમાં કટ્ટરવાદથી બચાવનારા કેમ્પ ચાલી રહ્યા છેપાકિસ્તાન પણ કટ્ટરપંથીઓથી ત્રાસીને આવા કેમ્પ ચલાવી રહ્યો છેપાક સમજી ગયુ છે કે જે આતંકને તેમણે પોષણ આપ્યું તે તેમને પણ નિશાન બનાવે છે ’ CDS રાવતના શબ્દો સાંભળીને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક જાહેર સભામાં તેમને આડેહાથ લીધા હતા ઓવૈસીએ કહ્યું હતુ કે, બાળકો પર IPCનો કાયદો લાગુ નથી પડતોબાળકોમાંથી તમે કેવી રીતે કટ્ટરવાદ દૂર કરશો? વળી તેમણે ઉમેર્યુ હતુ કે, થોડા દિવસ પહેલા મેરઠના SPએ એક મહોલ્લાના લોકોને કહ્યું કે ખાવ છો અહીંનું ને ગાવ છો ત્યાંનુંતો તમે પાકિસ્તાન ચાલ્યા જાવઆવા SPનો કટ્ટરવાદ કેવી રીતે દૂર કરશો?’

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજાયેલા રાયસીના ડાયલોગ ઈવેન્ટમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં CDS રાવતે કટ્ટરવાદ વિશે દુનિયાના દેશોના વલણને ટાંકીને નિવેદન આપ્યુ હતુ જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે

Recommended