ભારતીય મૂળના અભિજીત બેનર્જી પારંપરિક ધોતી પહેરીને નોબેલ પુરસ્કાર લેવા પહોંચ્યા

  • 4 years ago
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી(58) અને તેમની પત્ની અસ્થર ડુફ્લો(47) મંગળવારે થયેલા નોબલ પુરસ્કાર વિતરણ સમારંભમાં પારંપરિક ભારતીય વસ્ત્રોમાં પહોંચ્યા હતા બેનર્જીએ કુર્તાની સાથે સોનેરી બોર્ડર વાળી સફેદ ધોતી અને કાળા રંગનો બંધ ગળાનો કોટ પહેર્યો હતો ડુફ્લો લીલા રંગની સાડીમાં હતા તેમણે બ્લાઉઝ સાથે મેચિંગ લાલ રંગનો ચાંદલો કર્યો હતો અર્થશાસ્ત્રનો નોબલ આ વર્ષે બેનર્જી, ડુફ્લો અને માઈકલ ક્રેમર(54)ને સંયુક્ત રીતે મળ્યો છે ઓક્ટોબરમાં આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી

Recommended