આતંકી હુમલાના ઈનપુટ પછી પંજાબમાં હાઈએલર્ટ,3000 જવાન સુરક્ષા માટે તહેનાત
  • 5 years ago
પંજાબમાં આતંકી હુમલાના ઈનપુટ પછી પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટ જાહેર કરીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અમૃતસરને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે પઠાણકોટના કલેક્ટર રામબીરે જણાવ્યું કે, આ ઓપરેશન માટે જલંધર અને ફિલ્લૌરથી 3 હજાર જવાન બોલાવવામાં આવ્યા છે તેમને પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં પણ મોકલવામાં આવ્યા છે

શુક્રવારે સાંજે પઠાણકોટના સ્ટેડિયમમાં ઈમરજન્સી મીટિંગ કરવામાં આવી હતી તેમાં 113 ડીએસપીની નજર હેઠળ ટીમ બનાવીને કોમ્બિંગ ઓપરેશન માટે મોકલવામાં આવી છે ઓપરેશન 3 દિવસ ચાલશે તેના અંતર્ગત શહેરથી લઈને બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે પંજાબ પોલીસે હિમાચલ પોલીસ સાથે મળીને ડમટાલના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે
Recommended