રાજનાથે કહ્યું- આતંકવાદનું કારણ અનુચ્છેદ 370 હતો

  • 5 years ago
પટનાઃરક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે, કાશ્મીરમાં આતંકવાદને જન્મ આપવામાં અનુચ્છેદ 370 અને 35Aની મહત્વની ભૂમિકા રહી છે તેમણે કાશ્મીરને રક્તરંજિત કરી દીધું હતું રક્ષામંત્રીએ કહ્યું કે, હવે જોઈએ પાકિસ્તાનમાં કોણ હિંમત કરે છે અને કાશ્મીરમાં કેટલા આતંકવાદી પેદા થાય છે રાજનાથે કહ્યું- અનુચ્છેદ 370 આપણા બંધારણ માટે રોગ સમાન હતો જેણે આપણા હ્રદય અને આપણા કાશ્મીરને તબાહ કરી દીધું હતું દરેક લોકો સપનું જોતા હોય છે લોકો કહે છે કે તેમની પાસે પણ સપનું છે, પરંતુ તે પુરું નહીં થઈ શકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પુરુ કરી દીધું અને બતાવી દીધું કે જો આપણે આંખો ખોલીને સપના જોઈશું તો તેને હકીકતમાં બદલી શકીશું