10 લોકો બહારથી દારૂ પીને આવ્યા હતાં, વોટર પાર્કના માલિક સામે કાર્યવાહી કરાશે: ઇન્ચાર્જ CP

  • 5 years ago
રાજકોટ: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત એએસઆઇ રાજભા ઝાલાની બર્થ ડે પાર્ટીમાં 10 પોલીસ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા આ અંગે રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘે જણાવ્યું હતું કે, 10 લોકો બહારથી જ દારૂ પીને પાર્ટીમાં આવ્યા હતા તેમજ વોટર પાર્કના માલિક સામે પણ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશેજો કે આ હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં ભીનું સંકેલવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે પોલીસે 30 લોકોનાં મેડિકલ કર્યા બાદ 10 આરોપીને જામીન પર મુક્ત કર્યા છે જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યાં છે

Recommended