SP શોભા ભૂતડાની કાર ખેંચી પાટણ પોલીસે વિદાય આપતા આંખોમાં આંસુ છલકાયાં

  • 5 years ago
પાટણ: એક વર્ષ પહેલા 2018માં27 જુલાઈએ પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા ત્યારે તેમની વિદાયથી જિલ્લા જ નહીં પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓએ તેમને યાદગાર વિદાય રીતે આપી હતી પોલીસ કર્મીઓએ તેમની કારને દોરડા બાંધીને રથની માફક ખેંચી હતી વિદાય સમારોહમાં તેમની આંખોમાં આંસુઓ છલાકાયા હતા ગુજરાત કેડરના બે IPS અધિકારીઓની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે તે પણ એક IPS દંપત્તી બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલે અને પાટણ એસપી શોભા ભૂતડા બંનેકેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે એસપી શોભા ભૂતડાએ 2018માં27 જુલાઈએ પાટણ જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતોત્યારે એક વર્ષ બાદ આજે 3 સપ્ટેમ્બરે પાટણ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા તેમનો શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં એસપીને વિદાય આપતી વખતે એસપીની ગાડીને રથને પોલીસ કર્મચારી ખલાસી બનીને કાર બેઠેલા એસપી શુભા ભૂતડાને ખલાસીની માફક ખેંચીને ભાવ ભરી વિદાય આપી હતી

Recommended