રાજનાથ સિંહે કહ્યું- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે, હવે માત્ર POK વિશે જ વાતચીત થશે થશે

  • 5 years ago
રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવારે હરિયાણાના પંચકુલાથી ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત બાલાકોટથી પણ મોટું પગલું ભરવાની યોજના બનાવી રહ્યું છે જેનો અર્થ પાકિસ્તાની પીએમએ સ્વીકારી લીધું છે કે ભારતે બાલાકોટમાં કંઈક કર્યું હતું

અનુચ્છેદ 370 પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આ અનુચ્છેદને હટાવાયો છે પાડોશી આતંરરાષ્ટ્રીય સમુદાયનો દરવાજો ખખડાવતા પાકિસ્તાને કહ્યું કે ભારતે ખોટું કર્યું છે પાકિસ્તાન સાથે ચર્ચા ત્યારે જ કરાશે જ્યારે તે આતંકવાદનું સમર્થન કરવાનું બંધ કરશે હવે પાકિસ્તાન સાથે ફક્ત POKમાં જ ચર્ચા કરવામાં આવશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલકામાં જન આશીર્વાદ યાત્રામાં પહોંચ્યા છે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ પોતાની 2100 કિમી લાંબી યાત્રાની શરૂઆત રવિવારે કોલકત્તાથી કરી છે આ યાત્રાને રક્ષામંત્રી રાજનાથ સિંહે લીલી ઝંડી દેખાડી છે ત્રણ-ત્રણ દિવસના પાંચ તબક્કા બાદ રોહતકમાં 8 સપ્ટેમ્બરના રોજ યાત્રાનું સમાપન વિશાળ રેલી સાથે કરવામાં આવશે

Recommended