વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કાંસા રેસિડેન્સીમાંથી SDRFની ટીમે 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું

  • 5 years ago
વડોદરાઃ વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે એસડીઆરએફની ટીમે વડસરની કાંસા રેસિડેન્સીમાંથી આજે 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુંવડોદરા શહેરના વડસર ખાતે આવેલી કાંસા રેસિડેન્સીમાંથી ગત રાત્રે જ તંત્ર દ્વારા રહીશોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હતી પરંતુ રહીશો ઘર છોડીને નીકળ્યા ન હતા જોકે આજે સવારે કાંસા રેસિડેન્સીમાં પાણી ભરાવવાનું શરૂ થતાં રહીશોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને મદદ માંગી હતી તુરંત જ પીએસઆઇ એચએ વસાવા પોલીસ સ્ટાફ અને એસડીઆરએફની ટીમ લઇ સ્થળ પર પહોંચી ગયા હતા અને કાંસા રેસિડેન્સીના 50 જેટલા રહીશોને સલામત સ્થળે ખસેડ્યા હતા

Recommended