સૈજપુર વિસ્તારમાંથી પ્લાસ્ટિકની બેગમાં નવજાત બાળકી મળી, પોલીસે સારવાર અર્થે સિવિલ મોકલી

  • 5 years ago
અમદાવાદ: શહેરના સૈજપુર વિસ્તારમાં મોદી કંપાઉન્ડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં એક સફેદ કલરની પ્લાસ્ટિકની બેગમાં જીવિત હાલમાં નવજાત બાળકી મળી આવી છે એક વેપારી ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે નાની બાળકીના રડવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક ત્યાં ગયા હતા અને ત્યાં જોયું તો એક નવજાત બાળકી બેગમાં પડેલી હતી તેઓ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બાળકીને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે બાળકીની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે

Recommended