નદી પાર કરવા મથતી ચાર ગાયો ધસમસતા પૂરમાં તણાઈ ગઈ

  • 5 years ago
મહારાષ્ટ્રના અનેક કોસ્ટલ વિસ્તારોમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે છેલ્લા કેટલાય દિવસથી અટકવાનું નામ ના લેનારવરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં માણસો જ નહીં પણ પ્રાણીઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે નદી, નાળાં અને ડેમમાં પણજળસ્તર ભયજનક રીતે વધતાં જ કેટલાક પ્રાણીઓ એક જગ્યાએથી બીજે જવાના પ્રયત્નોમાં તણાઈ ગયા હતા તાજેતરની એક ઘટનામાંપાલઘરની સૂર્યા નદીને પાર કરવાનો પ્રયત્ન કરતી પાંચ ગાયોમાંથી ચાર ગાયો તણાઈ ગઈ હતી
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોઈ શકાય છે કે નદીમાં આગળ વધતી ગાયો અચાનક જ પાણીના સ્તરમાં વધારો થતાં જ તણાવા લાગે છેએક બાદ એક એમ ચાર ગાયોને ધસમસતા પાણીમાં તણાઈ જતી જોઈને એક ગાય પાછી વળતાં જ તે સહીસલામત રહી હતી

Recommended