ભંકોડાથી ઘઢીસણ માર્ગ પર બાળકની હત્યા કર્યા બાદ ખેતરમાં દાટેલી લાશ મળી આવી

  • 5 years ago
અમદાવાદઃજિલ્લાના રામપુરા ભંકોડાથી ઘઢીસણ માર્ગ પર આવેલા ખેતરમાં હત્યા કર્યા બાદ દાટી દેવાયેલી લાશ મળી આવી 11 વર્ષના બાળકની ગળાનાં ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ બાળકની લાશને ખેતરમાં દાટી દીધી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, 2 દિવસ પહેલા હત્યા કર્યા બાદ લાશને ખેતરમાં દાટવામાં આવી હોય શકે છે જેને પગલે દેત્રોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મૃતક બાળક ઘઢીસણ ગામ પાસે પડતર જમીનમાં રહેતા શ્રમિક પરીવારનો હોવાનું સામે આવ્યું છે

Recommended