કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી 2 શંકાસ્પદ જહાજ સિલ કરેલી હાલતમાં મળ્યા, ડ્રગ્સ હોવાની આશંકા

  • 5 years ago
ગીર સોમનાથ:કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ આ જહાજોને કોડીનારની અંબુજા જેટી પર લઈ આવવામાં આવ્યા છે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ જહાજમાં ડ્રગ્સ હોવાની શંકા છે હાલ કોસ્ટગાર્ડ, IB સહિત પોલીસનો કાફલો અને જામનગર ડોગ સ્કવોર્ડ સ્થળ પર પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે હાલ ATS અને નાર્કોના અધિકારીઓની રાહ જોવામાં આવી રહી છે

Recommended