ગુરુગ્રામમાં મુસ્લિમ યુવક સાથે ગેરવર્તણૂંક, પોલીસે cctv દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી

  • 5 years ago
દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં શનિવારે એક મુસ્લિમ યુવકને એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તેને પરંપરાગત ટોપી પહેરી હતી, અને તેને ધાર્મિક નારાઓ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો પીડત યુવકનું નામ બરકત આલમ છે જે મૂળરૂપથી બિહારનો રહેવાસી છે
25 વર્ષના મોહમ્મદ બરકત આલમે પોલીસમાં દાખલ કરેલી એક ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ચાર યુવકો તેને સદર બજારમાં મળ્યા હતા અને તેને તેની પારંપરિક ટોપી ઉતારવાનું કહ્યું, જ બાદા તે યુવકોએ બરકત આલમને માર માર્યો હતો આલમ ગુરુગ્રામના જૈકબપુરા વિસ્તારમાં રહે છે ઘણો સમય વીતી ગયો છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદની સામે પ્રદર્શન કરી રસ્તો જામ કરી દીધો હતો જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પીડિત યુવકને સેક્ટર 10ના સરકાર હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો, ઈલાજ પછી પીડિત યુવકને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા

Recommended