અમદાવાદમાં AMCની બજેટ બોર્ડની બેઠકમાં હોબાળો

  • 4 years ago
અમદાવાદઃ AMCનું આજે બજેટ બોર્ડ મળ્યું હતું જેમાં સ્કૂલ બોર્ડની ચર્ચા સમયે માહોલ ગરમાયો હતો કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખને સ્કૂલ બોર્ડ પર ચર્ચા અને મુદ્દાની વાત કરવાનું કહેતા તેમણે ભાજપ શાસક પક્ષના નેતા અમિત શાહને તમારું જાય છે તેમ કહેતા મામલો બિચક્યો હતો અને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા તેમજ ભાજપના કાઉન્સિલરોએ વેલમાં ધસી આવી હોબાળો મચાવ્યો હતો જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો