હૉલિવૂડની 10 વર્ષીય એક્ટ્રેસ જુલિયા બટર્સ લાખોના પર્સમાં સેન્ડવિચ લઈને આવી

  • 4 years ago
92મા એકેડમી અવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર સેલેબ્સની અવનવી ફેશન દેખાઈ હતી આ સેરેમનીમાં 10 વર્ષીય એક્ટ્રેસ જુલિયા બટર્સ પણ સામેલ થઇ હતી ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ’ની આ ચાઈલ્ડ સ્ટાર અવોર્ડ્સમાં હટકે સામાન સાથે હાજર રહી હતી તે પર્સમાં પોતાનું જમવાનું સાથે લાવી હતી તે અંદાજે 1,78,000 લાખ રૂપિયાના Marzook બ્રાન્ડના પર્સમાં સેન્ડવિચ લઈને આવી હતી કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં યોજાયેલ આ સેરેમનીમાં ખુદનું જમવાનું સાથે લઇ જવા પાછળનું કારણ પણ જુલિયાએ જણાવ્યું હતું તેણે કહ્યું કે, મને અહીંનું જમવાનું નથી પસંદ આ વર્ષના અવોર્ડ્સ શોમાં મેન્યુમાં 70% આઈટમ પ્લાન્ટ બેઝ્ડ હતી જુલિયાએ કહ્યું હતું કે, ઓસ્કરમાં હાજરી આપવી એ લાઈફલોન્ગ ડ્રીમ છે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ’ ફિલ્મને ઓસ્કરમાં બે અવોર્ડ મળ્યા છે ફિલ્મના એક્ટર બ્રેડ પીટને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો છે ઉપરાંત ફિલ્મને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનનો અવોર્ડ પણ મળ્યો છે