નર્સ પોતાની દીકરીને જોતાં જ ધ્રૂસકે ધ્રૂસકે રડી,એકબીજા સામે હવામાં હાથ ફેલાવીને દૂરથી જ ભેટ્યાં

  • 4 years ago
ચીનમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે તેવામાં અનેક ઈમોશનલ વીડિયો સામે આવી રહ્યા છે આ વીડિયોમાં હોસ્પિટલમાં નર્સ કે ડોક્ટર તરીકે ફરજ બજાવતાં સ્ટાફની હાલત જોઈને ભલભલાની આંખોમાં પાણી આવી જાય છે આવો જ વધુ એક હૃદયસ્પર્શી વીડિયો ચાઈનીઝ મીડિયામાં છવાઈ રહ્યો છે જેમાં કોરોના વાઈરસના દર્દી જે હોસ્પિટલમાં રખાયેલા છે તેમાં ફરજ નિભાવી રહેલી એક ફ્રન્ટ લાઇન નર્સ અને તેને મળવા આવેલી દીકરીની લાચારી જોવા મળી હતી મા-દીકરી સામસામે હોવા છતાં પણકોરોના વાઈરસ પ્રત્યેના પ્રિવેન્શનના કારણે તેઓ એકબીજાની સ્પર્શ પણ નહોતાં કરી શક્યાં બંનેએ રડતાં રડતાં જ એકબીજાની સામે હાથ ફેલાવીને દૂરથી ભેટવાની એક્શન કરીને વહાલ કર્યું હતું
મળતી વિગતો પ્રમાણે હેનાન પ્રાંતમાં આવેલા ફૂગોઉની હોસ્પિટલમાં ફરજ બજાવનાર નર્સ લિયૂ હૈયાનને મળવા માટે દસ દિવસ બાદ તેની દીકરી આવી હતી જો કે, મા-દીકરી બંનેને એકબીજાની પાસે પણ આવવા નહોતું મળ્યું માતાને દસ દિવસ બાદ ફેસમાસ્ક અને પ્રોટેક્ટિવ કપડાંમાં જોઈને તરત જ દીકરી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી બંને વચ્ચે જે વાતચીત થઈ હતી તેણે યૂઝર્સને પણ ઈમોશનલ કરી દીધા હતા મોમ આઈ રિયલી મિસ યૂ બોલતાં બોલતાં જ લિયૂની દીકરીએ તેને ભેટી પડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે, તેવું શક્ય ના હોવાથી લાચાર નર્સે પણ ત્યાં ઉભાઉભા રડમસ અવાજમાં તેને હિંમત આપતાં કહ્યું હતું કે, કોરોના સામેની લડાઈ જીતીને હું તારી પાસે આવી જઈશ પુત્રીએ પણ માતા માટે લાવેલી કેટલીક વસ્તુઓ ત્યાં જમીન પર મૂકીદીધી હતી જે લિયૂએ બાદમાં લીધી હતી

Recommended