આ રીતે ચીનના વુહાન શહેરથી કોરોના વાઇરસ ફેલાયો

  • 4 years ago
વિડિયો ડેસ્કઃ વુહાન શહેરની દુનિયાના નકશામાં પોતાની એક ઓળખ છે વુહાન શહેર એટલે એક એવી જગ્યા કે જ્યાંથી કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈતે એક એવું મહાનગર છે જે દુનિયાના બધા ભાગો સાથે જોડાયેલ છે સરકારી આંકડા પ્રમાણે વુહાનમાં વસ્તીનું પ્રમાણ આશરે 1 કરોડ 10 લાખ છે1886થી 1943 વચ્ચે વુહાન શહેર હાંકોઉના નામથી ઓળખાતું હતું ત્યારથી ફ્રાન્સને વિશેષ મહત્વ મળે છે અને તે દેશની 100 કંપનીઓએ વુહાનમાં રોકાણ કર્યું છેઅહી દુનિયાભરના સહેલાણીઓ પણ આવે છેભલે કોરોના વાયરસ આ શહેરના સ્થાનિક સીફૂડ માર્કેટથી ફેલાયો હોય પણ અહીં આવનાર લોકોએ અજાણતા તેને ફેલાવવાનો મોકો આપ્યો છેઉદાહરણથી આ વાત સમજીએ તો જે અમેરિકન કોરોના વાયરસથી સંક્રમિત થયો તેણે હાલમાં જ વુહાનની મુલાકાત લીધી હતીકોરોનાથી સંક્રમિત થનાર બંને જાપાની પણ વુહાન ગયા હતા તો કોરીયાનો વ્યક્તિ તો ત્યાંજ રહેતો હતોથાઈલેન્ડમાં પણ સંક્રમણનો જે મામલો સામે આવ્યો છે વુહાનમાં આવનાર લોકો અને વુહાન થઈને જતા લોકોની સંખ્યા એટલી મોટી છે કે આ વાયરસ ફેલાવાની ઝડપ વધી ગઈ છેચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે લોકોને વુહાનથી બચવાની સલાહ આપતા કહ્યું છે કે વુહાનના લોકોએ શહેર ન છોડવું જોઈએજોકે વુહાન દુનિયા સાથે જે રીતે જોડાયેલું છે તેને જોતા એ તો નક્કી છે કે દુનિયાના અન્ય ભાગોમાંથી કોરોના વાયરસથી સંક્રમણ થવાના મામલા સામે આવતા રહેશે