2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ, દક્ષિણ ગુજરાતના 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

  • 4 years ago
સુરતઃરાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા છે જેના પગલે 1400 કરોડ જેટલી રકમનું ક્લિયરિંગ અટવાઈ જશે

જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન

સંજીવ દલાલ (જનરલ સેક્રેટરી, યુનિયન બેંક સુરત) ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ હડતાળ આજે 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે

Recommended