સુરતના લકાપુરી બ્રિજ સુમુલ ડેરીના દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લીધી, એકનું મોત

  • 4 years ago
સુરતઃ વરાછા વિસ્તારમાં અલકાપુરી બ્રિજ પર સુમુલ ડેરીના ટેન્કરે મોડી રાત્રે એક બાઈકને અડફેટે લીધું હતું જેના પગલે બાઈક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી વરાછા-કતારગામને જોડતા અલકાપુરી બ્રિજ પર સુમુલ ડેરીનું દૂધનું ટેન્કર(GJ-05-BX-7899) પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું કતારગામમાં રહેતો યુવક મેહુલ કાકડિયા(ઉવ36) બાઈક(GJ-05-DC-3020) લઈને જઈ રહ્યો હતો દરમિયાન દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતા મેહુલ બ્રિજ પર પટકાયો હતો મેહુલના માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે સમુમુલ ડેરીના દૂધના ટેન્કરનો ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી મેહુલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે હાલ તો મેહુલના પરિવારે સુમુલ ડેરીના દૂધના ટેન્કરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વધુ તપાસ પોલીસ કરી રહી છે

Recommended