આ ધારાસભ્ય છે કે કોઈ ટપોરી! મધુ શ્રીવાસ્તવે કેમેરા ખેંચીને પત્રકારોને માં-બહેનની ગાળો બોલી

  • 4 years ago
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારો સામે તેમના તીખા તેવર બતાવ્યા હતા તેમણે જે પ્રકારે પત્રકારો સાથે વર્તણૂક કરી હતી તે જોઈને કાઈના મનમાંચોક્કસ સવાલ થાય કે આ તો જનતાએ ચૂંટેલા ધારાસભ્ય છે કે કોઈ ટપોરી રાજીનામાની ચીમકી ઉચ્ચારીને સરકારી વિભાગ સામે લાલઘૂમ થનારા મધુ શ્રીવાસ્તવ તેમને કરાયેલોસવાલ સાંભળીને પત્રકારોને પણ પોતાની ટપોરીગીરી બતાવા લાગ્યા હતા હનુમાન મંદિરનો સવાલ સાંભળી ભડકેલા આ ધારાસભ્યએ તરત જ કેમેરો ખેંચવાનો પ્રયત્ન કર્યોહતો સાથે જ ઘટનાનું કવરેજ કરી રહેલા રિપોર્ટરને પણ માં-બહેનની બેફામ ગાળો બોલી હતી મધુ શ્રીવાસ્તવે જે રીતે પત્રકારો પર રોફ બતાવીને જોઈ લેવાની ધમકી આપીહતી તેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે આ પહેલીવાર નથી કે મધુ શ્રીવાસ્તવે પત્રકારો પર પણ દાદાગીરી કરી હોય આ પહેલાં પણ તેઓ કેમેરા સામે જ પત્રકારોનેધાકધમકી આપી જ ચૂક્યા છે જોઈ લો, સંસ્કારી ગણાતા ભાજપના ધારાસભ્યની ટપોરી જેવી ભાષાનો વીડિયો