વડોદરા નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ક્લિનરનું મોત

  • 4 years ago
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલી કપુરાઇ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેર નજીક આવેલ કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક રોડ પર ઉભો હતો ત્યારે પાછળથી બીજા ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ટ્રકના ક્લિનરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકનો ડ્રાઇવર ટ્રકમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા વ્યક્તિને સહીસલામત રીતે બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો