MLA કિરીટ પટેલનો દાવો 11 પૈકી 10 બોરના નમૂના ફેઈલ

  • 4 years ago
પાટણ:પાટણ નગરપાલિકા પર નાગરિકાના સ્વાસ્થ્યને લઈને ગંભીર બેદરકારી દાખવી હોવાનો આરોપ ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યો છે તેણે કરેલા દાવા મુજબ છેલ્લા પાંચ વર્ષથી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તેમણે કરાવેલા 11માંથી 10 બોરવેલના પાણીના નમૂના ફેઈલ ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જ્યારે શહેરના એકમાત્ર માતરવાડી બોરવેલનું પાણી જ પીવાલાયક હોવાનો ઘટસ્ફોટ કર્યો છે