વડોદરાના રાજમહેલ રોડ ઉપર 5 દુકાનોમાં 8થી 10 શખ્સોએ તોડફોડ

  • 4 years ago
વડોદરા: વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઇલ એસેસરીઝની 4થી 5 દુકાનોમાં મોડી રાત્રે 8થી 10 જેટલા માથાભારે શખ્સો તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા મારક હથિયારો સાથે ધસી ગયેલા માથાભારે શખ્સોએ મોડી રાત સુધી દુકાનો કેમ ચાલુ રાખો છો? તેવો સવાલ કરી ભારે આતંક મચાવ્યો હતો મોડી રાત્રે બનેલી ઘટના સામે રોષે ભરાયેલા વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી માથાભારે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે

Recommended