ચીનના યુવાઓ અમદાવાદી યોગ ગુરૂ પાસે નળ સરોવરમાં યોગ શીખ્યા

  • 4 years ago
અમદાવાદ: ચીનથી અમુક યુવાનો યોગ શીખવા માટે અમદાવાદ આવ્યા છે ચીનથી ત્રણ યુવા છેલ્લાં 15 વર્ષથી યોગમાં પારંગત અને વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુકેલા અમદાવાદી યોગગુરુ ડૉ મહેબૂબ કુરેશી પાસે યોગ શીખવા માટે આવ્યા હતા લીન યુનજીઆ અને લી યુનફેઈ તેમનાં ચીનના મિત્ર સાથે 1 મહિના પહેલાં ભારતમાં આવ્યા હતા ભારતમાં તેઓ વારાસણીમાં પોતાના અભ્યાસ માટે ગયા અને ત્યારબાદ તેમણે યોગગુરુ મહેબુબ કુરેશીનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ યોગગુરુ મહેબૂબ કુરેશીએ તેમને યોગ શીખવવાનું શરુ કર્યું હતું આ યુવાનોએ નળસરોવરમાં ચાલતી બોટ અને સરોવર વચ્ચે ટાપુ પર યોગનો અભ્યાસ કર્યો હતો તેની સાથે સાથે તેમણે રોટલા અને રીંગણાના ભડથાનું ભોજન લીધું હતું