Skip to playerSkip to main content
  • 6 years ago
બહુચરાજી, મહેસાણાઃ બહુચરાજી તાલુકાના ડેડાણા ગામે ગ્રામ પંચાયતના 1125 ફૂટ ઊંડા બોરમાંથી રવિવારે સવારે ચાલુ કરતાં ઓઇલ જેવું કાળુ પાણી નીકળતાં ગ્રામજનો ચોંકી ગયા હતા જે અંગે મોઢેરા પાણી પુરવઠા વિભાગને જાણ કરી હાલ પૂરતો બોર બંધ રખાયો હોવાનું સરપંચ દશરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું ડેડાણામાં વર્ષ 2017-18માં પાણી પુરવઠા વિભાગે બનાવેલા 1125 ફૂટ ઊંડાઇના બોરથી રોજ બેથી અઢી લાખ લિટર પાણી ગ્રામજનોને વિતરણ કરાય છે ગામમાં નર્મદાના પાણીનું સ્ટેન્ડ હોઇ ત્યાંથી ગ્રામજનો પીવા માટે પાણી ભરતા હોય છે જ્યારે બોર આધારીત પાણી પાઇપ લાઇન મારફતે ઘરો સુધી પહોંચાડાય છે રવિવારે સવારે ઓપરેટરે બોર ચાલુ કરી નળ ખોલતાં તેમાંથી ઓઇલ જેવું કાળુ પાણી આવતાં તેણે સરપંચ દશરથસિંહ ઝાલાને જાણ કરતાં ગામલોકો ભેગા થઇ ગયા હતા અને પાઇપ લાઇનથી અલગ કરી ચાર કલાક સુધી બોર ચાલુ રાખ્યો ત્યાં સુધી કાળું પાણી આવતું રહ્યું હતું આથી તંત્રને જાણ કરાઇ હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended