પ્રાંતિજમાં અજાણ્યા શખ્સોનો કાર સળગાવવા પ્રયાસ

  • 4 years ago
હિંમતનગર: પ્રાંતિજમાં અજાણ્યા શખ્સોએ કારને સળગાવવાનો ગતરાત્રિએ પ્રયાસ કર્યો હતો જીજે 18એબી 7035 નંબરની કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવવા પ્રયાસ કર્યો હતો જો કે બાજમાં રહેલા વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તમામ શખ્સો નાસી છૂટ્યા હતા કાર આગને હવાલે થાય તે પહેલા જ આગ બૂઝાવી દેવાઈ હતી પરંતુ કાર પર આગ લગાડવાના પ્રયાસ કરાયાના નિશાનો રહી ગયા હતા કારમાલિકે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી એક જ મહિનામાં આગ લગાડવાનો આ ત્રીજો બનાવ હતો આ પહેલા એક બાઈક અને કારને આગ હવાલે અજાણ્યા શખ્સો કરી ચૂક્યા છે

Recommended