સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીએ ધનદોલત છતાં સાદગી સાથે પુત્ર-પુત્રીનાં લગ્ન કર્યાં

  • 4 years ago
સુરતઃ હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બિનજરૂરી ખર્ચ અને દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત અને દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી સાદાઈથી લગ્ન કરાવવાની સાથે લગ્નની છાબમાં સોના-ચાંદીના ઘરેણાંની જગ્યાએ દીકરી અને વહુની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં છે, આ સાથે શહેરની પાંચ જેટલી સેવાભાવી સંસ્થાઓને રૂ21-21 હજારનું દાન આપવામાં આવ્યું છે

Recommended