પાલનપુર: થરાદ તાલુકાના રાહ ગામે બોરવેલમાંથી કાળા કલરનું પાણી આવતાં તેમાં ઓઇલ નીકળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ત્યાં પાણીની જગ્યાએ કાળા કલરનું પ્રવાહી આવતાં આજુબાજુના લોકો આ પ્રવાહી દેખાવા માટે ઉમટી પડ્યા હતા લોકો ઓઈલ નીકળતું હોવાની ચર્ચાને પગલે દોડી ગયા હોવાનું સામે આવ્યું છે રાહ ગામે પીરાભાઈ છગનભાઇ પ્રજાપતિના બોરવેલનું રિપેરિંગ કામ કરી ફરી આ બોરવેલને ચાલુ કરતાં તેમાંથી કાળા કલરનું પ્રવાહી (કાળું પાણી) આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું અને તે પ્રવાહી સુકાય ત્યાં એકદમ કાળા કલરની જમીન થઈ જતી હતી
Be the first to comment