ભારતીય સૈનિકોને મળી નવી અમેરિકા મેઈડ SIG 716 એસોલ્ટ રાઈફલ
  • 4 years ago
કાશ્મીર ખીણમાં અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર લડતા ભારતીય સૈનિકોને જબરદસ્ત મદદ મળે તેવું લેટેસ્ટ અને પાવરફુલ હથિયાર હવે તેમની પાસે પહોંચી ગયું છે ભારતીય સૈન્ય માટે ખરીદવામાં આવેલી ‘SIG716’ એસોલ્ટ રાઈફલ્સનો 10 હજાર યુનિટનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો છે બીજી 10 હજાર રાઈફલ્સ પણ ટૂંક સમયમાં અમેરિકાથી ભારત આવી પહોંચશે આ રાઈફલ્સ અમેરિકાની હથિયારો બનાવતી કંપની ‘Sig Sauer’ (સિગ સાવર)એ પોતાને ત્યાંની ફેક્ટરીમાં બનાવી છે ભારતના રક્ષા મંત્રાલયે અગાઉ અમેરિકાની આ સિગ સાવર કંપનીને 72,400 SIG716 એસોલ્ટ રાઈફલ્સ માટે 700 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ નવી એસોલ્ટ રાઈફલ્સ અત્યારે ભારતીય સૈનિકો વાપરે છે તે સ્વદેશી બનાવટની ઈન્સાસ રાઈફલ્સની જગ્યા લેશે