આફ્રિકાના ગીની દેશમાં પાણી સમસ્યા, ગુજરાતના જામકા ગીરનું મોડલ અપનાવશે

  • 5 years ago
જૂનાગઢ: જૂનાગઢ નજીકના જામકા ગીર ગામની આફ્રિકાના ગીની દેશના એનજીઓએ મુલાકાત લીધી હતી તેઓ જામકામાં થતી જળક્રાંતિ, પશુપાલન, ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થયા છે અને તેમના દેશમાં જામકાનું મોડેલ અપનાવવા તૈયાર થયા છે ગુજરાત આખામાં જામકાગીરનું મોડલ અપવાનના ગીની દેશના એનજીઓએ પસંદગી કરી છે આ અંગે જામકાના જળક્રાંતિ ટ્રસ્ટના પરસોતમભાઇ સિદપરાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના ગીની દેશમાં એનજીઓ તરીકે કામ કરતા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુએ જામકાગીર ગામની મુલાકાત લીધી હતી તેઓ ખાસ કરીને ચેકડેમ દ્વારા કરાતું જળ સંગ્રહ, ગાય આધારિત ખેતી અને પશુપાલનની કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમણે જણાવ્યું હતું કે, ગીની દેશની સમસ્યા દૂર કરવા તેઓ ત્યાં જામકાનું મોડેલ અપનાવશે જેમાં ખાસ કરીને સારી ટેકનીક દ્વારા ત્યાં રોજગારી ઉભી કરાશે