દુનિયાની સૌથી નાની બેગ લઈને શોમાં પહોંચી જાણીતી સિંગર

  • 5 years ago
હોલીવૂડની જાણીતી સિંગર કે જે તેના વજન અને હટકે સ્ટાઈલના કારણે સતત ચર્ચાઓમાં રહે છે તે ફરીથી અમેરિકન મ્યૂઝિક એવોર્ડના મંચ પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી સિંગર લિઝ્ઝોએ આ ફંક્શનમાં તેણે જબરદસ્ત સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું પણ તેના આ પર્ફોર્મન્સ કરતાં તો વધુ ચર્ચા તેની પાસે જોવા મળી રહેલી ટચૂકડી બેગની થઈ રહી છે 31 વર્ષીય લિઝ્ઝો અહીં ઓરેન્જ લેયર્ડ મિની ડ્રેસમાં પહોંચી હતી તેના હાથમાં એટલે કે લાંબા નખ પર તેણે જે રીતે આ હટકે બેગ લટકાવી હતી કે તે લોકોની નજરોથી છૂપાઈ શકી નહોતી આ બેગને પણ દુનિયાની સૌથી નાની બેગ માનવામાં આવી રહી છે ઘણાએ તો એવી પણ કોમેન્ટ્સ આપી હતી કે તેની આ બેગ જોઈને બાર્બી ડોલની ટચૂકડી બેગ યાદ આવી ગઈ હતી