તલાકના સવા મહિના બાદ પૂર્વ પતિએ ઘરમાં ઘુસીને પૂર્વ પત્ની પર એસિડ છાંટ્યું

  • 5 years ago
સુરતઃભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો જેથી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ચહેરા અને હાથ પગ સહિતના શરીરના ભાગે એસિડ હુમલો થયો હોય તબીબોએ સારવાર શરૂ કરી છે ભાઠેના વિસ્તારમાં આવેલા ગરીબ નવાજ મસ્જિદ નજીક રહેતી મહિલા પર તેના પૂર્વ પતિ નાઝીમ સલીમ શેખ(રહેઅકબર સઈદનો ટેકરો)એ એસિડ વડે હુમલો કર્યો હતો