રાજકોટ જિલ્લા પંચાયતના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત

  • 5 years ago
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા માટેની ખેંચતાણ માટે બગાવતનો બીજો ભાગ શરૂ થયો છે કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન પટોળીયા સામે 9માંથી 6 સભ્યે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા બાગી જૂથમાં નવું જૂથ બન્યું છે કોંગ્રેસમાંથી અસંતોષને કારણે બગાવત કરનારા સભ્યોએ કારોબારી, આરોગ્ય, સામાજિક ન્યાય, બાંધકામ, શિક્ષણ સહિતની સમિતિઓ પર કબ્જો મેળવ્યો હતો હવે બાગી સભ્યોમાં જ ખટરાગ ઊભો થયો છે દરખાસ્ત મૂકવામાં અને બાગીઓના નવા જૂથની આગેવાની જેતપુરની પેઢલા સીટ પરથી ચૂંટાયેલા કિશોર પાદરિયા(કેપી)એ લીધી છે ચતુર રાજપરા, શિલ્પાબેન મારવાણિયા, વજીબેન સાંકળિયા, હંસાબેન ભોજાણી અને નારણ સેલાણાએ સહી કરી છે દરખાસ્ત મૂકવા અંગે કેપીએ જણાવ્યું હતું કે, ચેરમેને એજન્ડા કાઢવામાં કે બેઠક બોલાવવા જેવા મહત્ત્વના મુદ્દાઓમાં પણ કદી સમિતિના સભ્યો સાથે સંકલન રાખ્યું જ નથી

Recommended