વર્ષ 2050 સુધીમાં ડૂબી જશે માયાનગરી મુંબઈ!
  • 4 years ago
એક સંશોધન મુજબ દરિયાની વધતી જળ સપાટી વર્ષ 2050 સુધીમાં અગાઉની અંદાજિત સંખ્યા કરતા ત્રણ ગણી વસ્તીને અસર કરી શકે છે. જેને કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈ સંપૂર્ણ નાશ થઈ શકે છે. આ સંશોધન પેપર ન્યૂજર્સીની 'ક્લાયમેટ સેન્ટ્રલ' નામની વિજ્ઞાન સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે અને તે 'નેચર કમ્યુનિકેશન્સ' જર્નલમાં પ્રકાશિત થયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે લેખકોએ સેટેલાઇટ રીડિંગ્સના આધારે જમીનની ઉંચાઇની ગણતરી કરવાની એક વધુ સચોટ પદ્ધતિ વિકસાવી છે. મોટા વિસ્તારો પર સમુદ્ર સપાટીના પ્રભાવોનો અંદાજ લગાવવાની એક પ્રમાણભૂત પદ્ધતિ છે.
Recommended