રાજકોટમાં કોલ્ડ્રીંક્સ પીધા બાદ પૈસા ન આપવા બાબતે લુખ્ખા તત્વોએ મારામારી કરી

  • 5 years ago
રાજકોટ: શહેરના ગોંડલ રોડ પર આવેલી સાધના રેસ્ટોરન્ટમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવી મારામારી અને તોડફોડ કરી હતી પાન અને કોલ્ડ્રીંક્સ પીધા બાદ પૈસા ન આપવા બાબતે માથાકૂટ થઇ હતી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ અંગે એ ડિવીઝન પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે અવારનવાર રેસ્ટોરન્ટ ખાતે આવી ઝઘડો કરતા હોય રેસ્ટોરન્ટના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે