રાજકોટમાં 5 ટેમ્પરરી ફાયર સ્ટેશન ઉભા કરાશે, 500 જેટલા ફટાકડાના સ્ટોલ, 144ની NOC માટે અરજી

  • 5 years ago
રાજકોટ:દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી પર્વની રોનક જોવા મળી રહી છે સાથે જ ફટાકડાના વેપારીઓ દ્વારા લાયસન્સ પણ મેળવવામાં આવી રહ્યું છે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે અંગે સર્વે કરવામાં આવે છે, આકસ્મિક ઘટના ઘટે તો પાણીની વ્યવસ્થા, ફાયર સેફ્ટીના સાધનો હોય તેવા જ વેપારીઓને NOC આપવામાં આવે છે રાજકોટમાં 5 ટેમ્પરરી ફાયર સ્ટેશન ઉભા કરાશે શહેરમાં 500 જેટલા ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે, ત્યારે 144 વેપારીઓએ NOC માટે અરજી કરી છે તેમાંથી 10 લોકોને NOC આપવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાએ જણાવ્યું હતું કે, હાલ એનઓસી આપવાની પ્રક્રિયા શરૂ છે, જે લોકોએ અરજી કરી છે તેમના સ્ટોલની સ્થળ તપાસ કરી એનઓસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જો કોઇ એનઓસી વગરના સ્ટોલ જોવા મળશે તો સ્ટોલ માલિક સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે

Recommended