વડોદરામાં પ્રિસાઇડિંગ ઓફિસરે મતદારને એક નંબરનું બટન દબાવવાનું કહેતા હોબાળો

  • 5 years ago
વડોદરા:વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નં-13ની એક બેઠક માટે આજે પેટા ચૂંટણી આજે યોજાઇ રહી છે આ દરમિયાન વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી મધ્યવર્તી સ્કૂલ સ્થિત બુથ નં-12માં વાયએમ ફ્રૂટવાલા નામનો મતદાર મતદાન કરવા આવ્યો હતો તેઓએ મતદાન કર્યાં બાદ બીપનો અવાજ ન આવતા મતદારે પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરી હતી પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરે બીજી વખત મતદાન કરવાને બદલે એક નંબરનું બટન દબાવવાનું કહ્યું હતું આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચી ગયા હતા અને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી આ અંગે ઋત્વિજ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી જેથી ચૂંટણી અધિકારીએ પ્રિસાઇન્ડિંગ ઓફિસર રાજેશ પટેલને હટાવીને અન્ય પ્રિસાઇડિંગ ઓફિસરને જવાબદારી સોંપી હતી

Recommended