મુખ્યમંત્રી યોગી કમલેશ તિવારીના પરિવારને મળ્યા
  • 5 years ago
ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીના પરિવારને મળ્યા હતા શુક્રવારે લખનઉમાં બે હુમલાખોરોએ કમલેશની હત્યા કરી હતી મુખ્યમંત્રીએ કમલેશના પરિવારને હત્યારાની ઝડપથી ધરપકડ થશે તેવું આશ્વાસન પણ આપ્યું છે બીજી તરફ પોલીસને સવારે લખનઉ સ્થિત ખાલસા હોટલમાંથી હુમલાખોરાના ભગવા વસ્ત્રો અને એક બેગ પણ મળી છે હુમલાખોરો સુરતથી આવીને આ હોટલમાં રોકાયા હતા પોલીસને તેમના ઓળખપત્રો પણ મળ્યા છે

ઉતરપ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં શનિવારે એટીએસએ કાર્યવાહી કરતા સુરતા મૈલાના સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે આ અંગે યુપીના ડીજીપી ઓમપ્રકાશ સિંહે કહ્યું કે કમલેશની હત્યાનું કનેકશન ગુજરાત સાથે જોડાયેલું છે ગુજરાત એટીએસએ આરોપીઓને યુપી પોલીસને સોપ્યા છે હવે તેમને લખનઉ લાવવામાં આવશે કમલેશની માતાએ દાવો કર્યો છે કે ગામમાં મંદિરને લઈને થયેલા વિવાદમાં સ્થાનીક ભાજપ નેતાએ તેના પુત્રની હત્યા કરી છે હિન્દુ મહાસભાના નેતા રહેલા કમલેશની શુક્રવારે હત્યા કરવામાં આવી હતી
Recommended