દાદીમાનો ગરબે ઘૂમતો વીડિયો વાઈરલ, સ્ટેપ્સ અને એનર્જી જોઈને લોકો આફરીન

  • 5 years ago
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ગરબા ઈવેન્ટમાં યુવાનો-યુવતીઓ સાથે એક ઉંમરલાયક ‘બા’ પણ ગરબે ઘૂમી રહ્યા છે જે રીતે તેઓ ગરબા ગઈ રહ્યા છે, તેઓના આધુનિક સ્ટેપ્સ અને એનર્જીને જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા છે લોકો આ વીડિયોને ‘ઉંમર એ બીજું કંઈ નથી પણ માત્ર એક આંકડો છે’ તેવા કેપ્શન સાથે વાઈરલ કરી રહ્યા છે લોકોમાં આ દાદીમા વિશે જાણવાની વધુને વધુ ઉત્સુક્તા જાગી રહી છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ ‘બા’નું નામ રસીલાબેન છે અને તેઓ મુંબઈની કોઈ ગરબા ઈવેન્ટમાં ગરબે ઘૂમી રહ્યા છે જેઓનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ વાઈરલ કરી દીધો હતો

Recommended