સુરતમાં સ્કૂલ રિક્ષાએ કાર અને બાઈકને અડફેટે લેતા એક વિદ્યાર્થીને ઈજા પહોંચી

  • 5 years ago
સુરતઃપુણા વિસ્તારમાં સ્કૂલ રિક્ષાએ કાર અને બાઈકને અડફેટે લીધા હતાં રિક્ષા ચાલકે સર્જેલા એક્સિડન્ટમાં એક વિદ્યાર્થી અને બાઈક ચાલકને ઈજા પહોંચી હતી બન્નેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જો કે, એક્સિડન્ટના પગલે થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું પુણા વિસ્તારમાં આવેલી અર્ચના સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રિક્ષા ચાલક ઘરે મુકવા જઈ રહ્યો હતો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈને નીકળેલો ઓટો ચાલકે કાર અને બાઈક સાથે એક્સિડન્ટ સર્જ્યો હતો જેથી રિક્ષામાં બેઠેલા બાળકને કપાળમાં નેણ પર થોડું વાગી ગયું હતું જેથી તેને સ્થાનિકોએ બેન્ડેડ પટ્ટી મારી દીધી હતી બાદમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું

Recommended