ચાલુ ટ્રેનમાંથી યુવક પટકાયો, કમાન્ડોએ માત્ર 5 સેકન્ડમાં જ જીવ બચાવ્યો

  • 5 years ago
હરિયાણાના હિસાર રેલવે સ્ટેશને ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરનાર એક યુવકનો કમાન્ડોની સતર્કતાની કારણે જીવ બચ્યો હતો ગોરખધામ એક્સપ્રેસમાં ભીડ હોવાથી આ યુવક બહારની બાજુ લટકીને મુસાફરી કરતો હતો અચાનક જ તેનો હાથ છટકતાં જ તે સીધો જ નીચે પટકાયો હતો યુવકની આવી હાલત જોઈને તરત જ ત્યાં હાજર કમાન્ડોએ માત્ર પાંચ જ સેકન્ડમાં ત્યાં ધસી જઈને તેનો જીવ બચાવ્યો હતો બુધવારે આ ઘટના સામે આવી હતી મળતી વિગતો પ્રમાણે જેલમાં બંધ એવા રામપાલના સમર્થકો અને આર્મીની ભરતીના કારણે રેલવે સ્ટેશન પર વધુ ભીડ હતી જેના કારણે ટ્રેનમાં જગ્યા ના મળતાં આ યુવક આ રીતે લટકીને મુસાફરી કરતો હતો જો કમાન્ડોએ સ્ફૂર્તિ સાથે તેનો બચાવ કર્યો હતો આ ઘટનાના વીડિયોઝ પણ સામે આવતાં જ તે વાઈરલ થવા લાગ્યા હતા

Recommended