પૂર્વ ગૃહમંત્રી ભાષણ આપતા હતા ને સ્ટેજ તૂટી પડ્યું

  • 5 years ago
ભાજપે સરકાર વિરુદ્ધ યોજેલા ધરણા પ્રદર્શન સમયે જ સ્ટેજ તૂટી પડતાં જ એમપીના પૂર્વ ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ ધડામ દઈને નીચે પટકાયા હતા આ ઉપરાંત તેમની સાથે સ્ટેજ પર હાજર અન્ય 75 જેટલા કાર્યકરો પણ એકબીજા પર પડ્યા હતા મળતી વિગતો પ્રમાણે આ દુર્ઘટનામાં કાર્યકર્તાઓને સામાન્ય ઈજાઓ થઈ હતી પૂર્વ ગૃહમંત્રીને સદનસીબે કોઈ પણ જાતની ઈજા થઈ નહોતી
સાગરના ખુરઈના મેદાનમાં સોમવારે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા જ્યારે તેઓ સ્ટેજ પર ભાષણ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની પાછળ પાછળ જ અન્ય 50 કાર્યકરો પણ ચડી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં સ્ટેજ પર પણ અન્ય 25 લોકો તો હાજર જ હતા જેના કારણે સ્ટેજ પર 75 કરતાં પણ વધુ લોકો થઈ જવાથી તે વજન સહન કરી શક્યું નહોતું ભાષણ આપવાની શરૂઆત કરે હજુ બે ત્રણ મિનિટ પણ નહોતી થઈને સ્ટેજ તૂટી ગયું હતું ભૂપેન્દ્ર સિંહને પણ તેમના સુરક્ષાકર્મીઓએ બહાર નીકાળ્યા હતા જે બાદ તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું

Recommended